ગુજરાતમાં ચોમાસું બેસતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. તેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે 29 જુનના અને આવતીકાલના 30 જૂનના રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈ બાદ વરસાદની ગતિ ધીમી પડશે. પરંતું ચોમાસાની બે સીસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ બન્યો રહેશે. તેની સાથે ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં પણ બે દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે.
અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વરસાદી માહોલ બન્યો છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બનતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.