અમીરગઢ પાસે ટ્રક અને ઇક્કો કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત પાલનપુરના આબુહાઈવે પર અમીરગઢથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટીયા નજીક ટ્રક અને ઇક્કો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇક્કો ગાડીમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢના ચેખલા પાટીયા નજીક ઇક્કો અને ટ્રક એકબીજાથી ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો છે. ઇક્કોમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા. તેમના દ્વારા ટ્રકમાં ફસાયેલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણકારી મળતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેમ છતાં અકસ્માતના લીધે નેશનલ હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. એલ એન્ડ ટી વિભાગ દ્વારા અને પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.