પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂધસાગર ડેરીની સામાન્ય સભા યોજાઈ, પશુપાલકો માટે કરી મોટી જાહેરાત
મહેસાણા દૂધસાગર ડેરી માં ચાલતા વિરોધ અને વિવાદ વચ્ચે આજ રોજ 63 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પશુપાલકોના હિતના કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. પશુપાલકોને દૂધ ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. દૂધસાગર ડેરીનું ટર્નઓવર 6000 કરોડ પર પહોંચ્યું છે અને હવે 8500 કરોડ સુધી ટર્નઓવર પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા દૂધસાગર ડેરીની આજ રોજ દૂધસાગર ડેરી હોલ ખાતે 63મી તેમજ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિયેશનની 56 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. દૂધસાગર ડેરીના સત્તાધીશો સામે ચાલી રહેલા વિરોધ અને વિવાદને કારણે પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ સાધારણ સભામાં પશુપાલકોને હિતના નિર્ણય કરવામાં આવ્યા હતા. દૂધસાગર ડેરી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, પશુપાલકો માટે પ્રતિ કિલો દૂધ ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક થયેલો 375 કરોડ રૂપિયાની વાર્ષિક નફો પણ તમામ પશુપાલકોને વહેંચવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. તેમજ દૂધસાગર ડેરીનું દૂધ ઉત્પાદન વધારીને રોજીંદુ 50 લાખ લિટર જેટલું કરવાનો લક્ષ્યાંક પણ જાહેર કરવામાં આવ્યો છે. તો આ વર્ષે 6000 કરોડને પર ડેરીનું ટર્નઓવર પહોંચ્યું છે અને હવે 8500 કરોડ પાર ટર્નઓવર પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. દૂધસાગર ડેરી ચેરમેન દ્વારા કરવામાં આવી છે. આમ દૂધસાગર ડેરીના સત્તાધીશો સામેના વિરોધ વચ્ચે દુધસાગર ડેરીની 63મી અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિએશનની યોજાયેલ 56મી વાર્ષિક સામાન્ય સભામાં પશુપાલક હિતના નિર્ણયો કરવામાં આવ્યા હતા.