સુરત : પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કર્યો, સ્યૂસાઈટ નોટમાં લખ્યું એવું કે….

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેનાર મહિલા દ્વારા ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે મૃતક મહિલા પાસેથી સ્યૂસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે. પોલીસ દ્વારા આ મામલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ખટોદરા વિસ્તારમાં રહેનાર અને ઘરકામ કરનાર જયશ્રી નામની મહિલા દ્વારા સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કરી લેવામાં આવ્યો છે. તેમ છતાં આ મહિલાના આપઘાત બાદ એક ઓડિયો ક્લિપ સામે આવતા મહિલાના પતિ દ્વારા મહિલાની પૂર્વ શેઠાણી પર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર, મૃતક જયશ્રી બેનની વાત કરવામાં આવે તે જે જગ્યા પર કામ કરી રહ્યા હતા તે શેઠાણી પાસેથી મકાન લેવા માટે બે લાખ રૂપિયા તેમના દ્વારા લેવામાં આવ્યા હતા. તેમ છતાં આ મકાન લીધા બાદ પ્રતિમહીને 2000 રૂપિયા કપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ જયશ્રી દ્વારા કોઈ કારણસર આ શેઠાણીને ત્યાંથી નોકરી છોડી દેવામાં આવી હતી. તેના લીધે શેઠાણ દ્વારા ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. તેના લીધે મૃતક જયશ્રી આ કંટાળી ગઈ હતી. પૂર્વ શેઠાણી દ્વારા સતત રૂપિયા આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે 15 જુલાઈ સુધીમાં રૂપિયા આપવા માટે તેને કહ્યું હતું. તેને લઈને શ્રમજીવી મહિલા જયશ્રી દ્વારા સ્યૂસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે મહિલાના દ્વારા આપઘાત કરવામાં આવતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. તેમ છતાં મૃતકના પતિ દ્વારા મહિલાની પૂર્વ શેઠાણી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. મૃતક મહિલા સાથે શેઠાણીની વાતચીત પણ થતી હતી. તેની કોલ રેકોર્ડિંગ ડિટેઇલ્સ પણ પોલીસને આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ વધુ કાર્યવાહી શરુ કરી છે.