AhmedabadGujarat

પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને ગર્ભવતી પરણીતાએ કર્યો આપઘાત

લગ્ન પછી સાસરિયાઓ દ્વારા પરિણીતાને માનસિક ત્રાસ આપવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા કિસ્સાઓમાં તો પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કાંટાળીને ના કરવાનું પણ કરી બેસતી હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક ગર્ભવતી પરિણીતાએ તેના પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને આપઘાત કરીને અંતિમ પગલું ભરી લીધું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નોબલનગર વિસ્તારમાં વસવાટ કરતા નીતાબેન (નામ બદલાવેલ છે)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની મોટી પુત્રીએ  9 મહિના પાહીના નિકોલ ખાતે વસવાટ કરતા સુરેશ (નામ બદલાવેલ છે) સાથે લગ્ન કર્યા હતાં. રમેશ લોડિંગ રીક્ષા ચલાવે છે.  લગ્ન પછી ફરિયાદીની પુત્રી ચાર પાંચ વખત તેના પિયર તેની માતાને મળવા જતી અને ત્યાં જઈને તે તેના પતિ અને સાસુ તરફથી આપવામાં આવી રહેલા માનસિક ત્રાસ અંગે જણાવતી હતી.

ફરિયાદીએ વધુમાં કહ્યું કે, 28મી એપ્રિલના રોજ વહેલી સવારના સમય દરમિયાન આશરે પોણા બે વાગ્યાની આસપાસ અચાનક તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે કે, તમારી પુત્રી છઠ્ઠા માળેથી નીચે પડી ગઈ છે. અને તેને ગંભીર ઇજા પહોચી છે. માટે તેને સારવાર માટે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. જોકે ત્યાં હાજર ડોક્ટરે ફરિયાદીની દીકરી ને મૃત જાહેર કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાને લઈને નિતાબેહેને તેમની દીકરીના પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમની દીકરીએ તેના પતિ અને સાસુ દ્વારા આપવામાં આવી રહેલા ત્રાસથી કંટાળીને તેણીએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.