ડૉક્ટર ઈમરાન પટેલ બાળકોને ઈન્જેક્શન આપવાની પોતાની અનોખી રીતથી લોકોના દિલ જીતી રહ્યા છે, જુઓ વિડીયો
ડોકટરો પાસે જવું અને ઇન્જેક્શન લેવું એ વાતથી દરેક લોકો ડરતા હોય છે. પુખ્ત વયના લોકોથી લઈને નાના બાળકો સુધી, તમામ વય જૂથોના લોકો ઇન્જેક્શન ની સોયથી ડરતા હોય છે. પરંતુ એક એવા ડૉક્ટર છે જેમની અનોખી રીતે બાળકોને ઇન્જેક્શન આપી રહ્યા છે જેનાથી બાળકો રડતાં પણ નથી. ડૉક્ટર ઈમરાન પટેલ (Dr. Imran patel)ના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ નાના બાળકોને અનોખી રીતે ઈંજેક્શન આપી રહ્યા છે.
વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે ક્યારેક Dr. Imran patel નવજાત બાળકોને ઇન્જેક્શન આપતી વખતે ગીતો ગાય છે તો ક્યારેક બાળકો સાથે મસ્તી પણ કરે છે. ડૉ. ઈમરાન પટેલ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તેમની Asian Children Hospital માં ફરજ બજાવે છે. તેમના ઈન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક એકાઉન્ટમાં પણ લાખો ચાહકો છે જેમાં તેઓ અવારનવાર વિડીયો અપલોડ કરતાં હોય છે.
ડૉ. ઈમરાન પટેલનું સ્ટેથોસ્કોપ જોઈએ તો તેની સાથે એક સોફ્ટ તોય પણ જોઈ શકાય છે. ઇન્જેકશન આપતી વખતે આ સોફ્ટ ટોય દ્વારા તેઓ બાળકનું ધ્યાન ભટકાવે છે જેથી બાળકો રડતાં પણ નથી. ક્યારેક તેઓ ગીત ગાય ને બાળકનું ધ્યાન ભટકાવે તો ક્યારેક બાળક સાથે મસ્તી કરતાં પણ જોવા મળે. તાજેતરમાં ડૉ. ઈમરાન પટેલનો એક વિડીયો સમગ્ર દેશમાં વાયરલ થયો છે, જે વિડિયો 5 કરોડથી પણ વધુ વખત જોવાયો છે તેમજ લાખો લોકોએ આ વિડીયો શેર કર્યો છે. જુઓ વિડીયો:
આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી અને ડોક્ટરના ઉદાર વર્તન માટે ભરપૂર વખાણ પણ કર્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે દરેક ડૉક્ટરે ઈમરાન પટેલ પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને તમામ દર્દી સાથે આ રીતે વર્તવું જોઈએ. જુઓ વધુ વિડીયો: