મહારાષ્ટ્રના પાલઘર માંથી એક ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના વાપી થી મુંબઈ જઈ રહેલી જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેન માં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત પણ નિપજ્યા છે. આ ગોળીબારમાં RPFના એક ASI સહિત 4 યાત્રીઓ નું મોત નીપજ્યું છે. અને આ ગોળીબાર કરનાર બીજું કોઈ નહિ પણ RPFના કોન્સ્ટેબલ ચેતને જ આ ગોળીબાર કરીને આ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે જીઆરપી મુંબઈ ના જવાનોએ હાલ તો આ ગોળીબાર કરનાર કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબાર થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેનમાં વાપી સુરત ની વચ્ચે ગોળીબાર થતા 4 લોકોના મોત નિપજ્યા છે. જયપુર મુંબઈ એક્સપ્રેસ ચેતનસિંહ નામના આરપીએફ જવાને પોતાની રાઇફલથી ગોળીબાર કરતા RPFના અસી સહિત 4 લોકો મૃત્યુ પામ્યા છે.
આ સમગ્ર મામલે પશ્ચિમ રેલવેએ નિવેદન આપતા જણાવ્યું છે કે, એક RPF કોન્સ્ટેબલે જયપુર એક્સપ્રેસ ટ્રેને પાલઘર સ્ટેશન પાર કર્યા પછી ટ્રેનની અંદર જ પોતાની રાયફળથી ગોળીબાર કરી દીધો હતો. જેમાં એક RPF એએસઆઈ અને ટ્રેનમાં સવાર બીજા 3 પેસેન્જરને ગોળી મારતા ચારેય નું મોત નીપજ્યું છે. દહીસર સ્ટેશન નજીક આ કોન્સ્ટેબલ ટ્રેનમાંથી બહાર કૂદી ગયો હતો. ત્યારે હથિયાર સાથે આરોપી સિપાહીની ધરપકડ કરી લેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, આ RPF જવાને આ ગોળીબાર કેમ કર્યો તે અંગે કોઈ ખુલાસો સામે આવ્યો નથી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.