આપઘાત કરનાર થરાદના વેપારીના મોતનું રહસ્ય આવ્યું સામે, મોબાઈલમાં મળી આવી સ્યુસાઇડ નોટ
થરાદ માર્કેટ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા અને ખોડા નામના ગામે વસવાટ કરતા અને ભાવેશ પ્રાગજીભાઇ પટેલ (ચૌધરી) નામના એક યુવકે 14 જુલાઈના રોજ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. થરાદના ધાનેરા રોડ ખાતે આવેલ પોતાની ભાગીદારી વાળી જીરાની ફેક્ટરી પર જઈને આ યુવકે જીરા માં નાખવાની ગેસવાળી દવા ખોલીનો તેનો ગેસ લઇને આપઘાત કર્યો હતો. ત્યારે આ યુબકે આપઘાત કેમ કર્યો તે અંગેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.
નોંધનીય છે કે, ભાવેશે આપઘાય કરતા પહેલા તેના ફોનની ચેટમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જે અનુસાર, કાંકરેજ તાલુકાના વિનોદભાઈ પટેલ જોધપુર અને સુમેરપુર માં સટ્ટાની ઓફિસ ધરાવતા વિનોદભાઈ પટેલ અને જોધપુર વાળી તરુણાએ મને કરોડો રૂપિયાનો સટ્ટો રમાડયો હતો તથા આ લોકોએ સટ્ટામાં ગરબડ કરીને મારુ જીવન બરબાદ કરી નાખ્યું છે. વિનુભાઈની ઓફિસ પહેલા સુમેરપુર હાલ બદલીને તેમણે જોધપુરમાં નવી ઓફિસ કરી છે. વિનુભાઈએ કરોડો રૂપિયા મારી પાસેથી લીધા છે. ખેડૂતોનું જીરું વેચીને મળેલા પૈસા ખેડૂતોને આપવાને બદલે મેં હવાલાથી આંગડિયાથી સીધા વિનુભાઈને આપી દીધા છે. અને વિનુભાઈ પોતે પણ તેની કાળા કલરની સ્કોર્પીયો ગાડી લઈને ત્રણ વખત રૂબરૂ આવીને દબાણ કરીને બળજબરીપૂર્વક મારી પાસેથી પૈસા લઈ ગયા છે. તેણે મારું જીવન હરામ કરી નાખ્યું છે.
સ્યુસાઈડ નોટમાં વધુમાં જણાવ્યું હતું કે, તેને પૈસા આપવા માટે થઈને મેં શરાફી વ્યાજથી પણ વધારે વ્યાજ એવા માસિક 3 ટકાના અને તેનાથી પણ વધારે વ્યાજે પૈસા લઈને તેમજ માર્કેટમાં રોટેશન કરીને ઘણા પૈસા વિનુભાઈને આપેલ છે. સાથે જ ખેડૂતોનો માલ વેચીને મળેલ પૈસા પણ મેં તેને આપી દીધા છે. આજે પૈસા ગયા છે આવતીકાલ કમાઈ લઈશ એવુ કહીને તેણે મને બધી રીતે સાફ કરી નાખ્યો છે. હું કોઈને પણ આ વાત કહી શકું તેમ નથી, તેને છોડતા નહીં ’’ ત્યારપછી તે જ નંબર ઉપરથી સામે વાળી છોકરી અને ભાવેશના અવાજમાં 10 જેટલા ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા.