રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત, સબ રજિસ્ટાર ઓફિસમાં મકાનના દસ્તાવેજ માટે આવેલ યુવકનું હાર્ટએટેકથી મોત
કોરોનાકાળ બાદ હાર્ટ અટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આવી જ એક ઘટના સામે આવી છે. હિમંતનગરની સબરજિસ્ટાર ઓફિસમાં યુવકને અચાનક હાર્ટએટેક આવતા તે ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પોગલું ગામનાં વતની પરીક્ષિત પટેલ જે તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં ફરજ બજાવે છે. ત્યારે પરીક્ષિત પટેલે હિંમતનગર ખાતે નીલકંઠ સોસાયટીમાં નવીન મકાન લીધું હતું જ્યાં તેઓ તેમનાં પરિવાર સાથે રહેતા હતા. ત્યારે યુવક નવીન મકાનનો દસ્તાવેજ કરવા સોમવારે હિંમતનગરનાં બહુમાળી ભવનમાં રજીસ્ટ્રાર કચેરી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, રજીસ્ટ્રાર કચેરીમાં સાંજનાં સમયે પરીક્ષિત પટેલ નામનો યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. આ કારણોસર રજીસ્ટ્રાર ઓફિસનાં કર્મચારીઓ દ્વારા યુવકને રીક્ષામાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણકારી હોસ્પિટલનાં તબીબ દ્વારા હિંમતનગર બી ડીવીઝન પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી. ત્યાર બાદ યુવકની લાશને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી પોલીસ દ્વારા શરુ કરાઈ હતી.