અમદાવાદ ઇસ્કોન બ્રિજ જાને મોતનો સોદાગર બનતો જોવા મળી રહ્યો છે. કેમકે ઇસ્કોન બ્રિજ પર સતત અકસ્માતની ઘટના ઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવ્યું છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એક ભિક્ષુકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, આ ભિક્ષુકના પગના ભાગમાં ઇજાના નિશાન જોવા મળ્યા છે. તેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ભીક્ષુકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે કે, પછી કોઈ બીજી રીતે તે મામલામાં પોલીસ દ્તવારા પાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે ઇસ્કોન બ્રિજની વાત કરીએ તેમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે ભિક્ષુકનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ઇસ્કોન બ્રિજ પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક જામને દૂર કરવામાં આવ્યો હતો. જ્યારે મૃતકના મૃતદેહને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
નોધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માતનો આરોપી તથ્ય પટેલ રહેલ છે. હાલમાં આરોપી તથ્ય પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં તે સાબરમતિ જેલમાં બંધ છે. જ્યારે તેને તથ્ય પટેલ દ્વારા 140 થી વધુ સ્પીડમાં કાર ચલાવી 20 થી વધુ લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.