GujaratRajkotSaurashtra

રાજકોટ રેલવે સ્ટેશનમાં 75 વર્ષીય વૃદ્ધ ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, RPF મહીલા દેવદૂત બનીને આવીને વૃદ્ધનો કર્યો બચાવ

રાજકોટ રેલ્વે સ્ટેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ નીચે પટકાઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન એક મહિલા આરપીએફ દેવદૂત બનીને આવી ગઈ હતી. મહિલા આરપીએફ દ્વારા તાત્કાલિક વૃદ્ધને ટ્રેન હેઠળથી ખેંચી લેતા વૃદ્ધનો બચાવ થઈ ગયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આરપીએફ મહિલાની બહાદુરીની ચારોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈ કાલના રાજકોટ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર વેરાવળ ટ્રેન નંબર 16333 આવી હતી. જ્યારે તે તેના સમય અનુસાર 10:૩૦ સમયે ઉપડી હતી. તે જ સમયે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા સમયે એક વૃદ્ધ ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાયા હતા. તેમ છતા પ્લેટફોર્મ ડ્યુટી પર ફરજ બજાવી રહેલા રાજકોટના મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબે દ્વારા હિંમત દાખવતા તાત્કાલિક વૃદ્ધ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ખેંચી લીધા હતા. તેના લીધે વૃદ્ધનો જીવ બચી ગયો હતો.

જ્યારે આ મામલામાં જાણકારી સામે આવી છે કે, આ ઘટનામાં આ વૃદ્ધને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની પૂછપરછ કરવામાં આવી તો તેમના દ્વારા પોતાનું નામ પ્રભુદાસ કુણાલકટ અને ઉંમર 75 વર્ષ હોવાનું કહેવામાં આવ્યું હતું. તે રાજકોટથી વલસાડ સુધી ટ્રેનમાં જવા માટે નીકળેલા હતા અને તેમની પાસે ટિકિટ પણ રહેલી છે. જ્યારે પોતાનો જીવ બચાવવા બદલ તેમના દ્વારા મહિલા કોન્સ્ટેબલની કામગીરીની ખુબ પ્રશંસા કરી હતી.