AhmedabadGujarat

યુવતીનો પીછો કરતા યુવકને લોકોએ ચખાડ્યો મેથીપાક, પોલીસે ગુનો નોંધીને કરી ધરપકડ

રાજ્યમાં દીકરીઓની છેડતીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવક સતત એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. ત્યારે આ વાતની જાણ યુવતીએ તેના માતા પિતાને કરી તો બાદમાં તેમણે યુવક સાથે મુલાકાત કરી હતી. ત્યારે બોલાચાલી થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને બાદમાં છેડતી કરનાર યુવક પર તૂટી પડ્યા હતા. જોકે લોલીસ સ્ટેશન નજીકમાં જ હોવાથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને યુવકને ભીડથી બચાવ્યો હતો. હાલ તો સ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં કાજીમ ગોગારી નામના યુવકે એક યુવતીની છેડતી કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતી અને બંને એક જ શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. તે બંને વચ્ચે મિત્રતા પણ હતી. પરંતુ આ વાતની જાણ યુવતીના માતા-પિતાને થતા યુવકને તરત જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તેમજ યુવક અને યુવતી વચ્ચેનો સંબંધ પણ તૂટી ગયો હતો. જો કે, જ્યારે પણ યુવતી તેના ટ્યુશનમાં જાય ત્યારે કાજીમ ગોગારી યુવતીનો પીછો કરતો હતો. ત્યારે યુવતીએ આ વાતની જાણ તેના પરિવારને કરતા તેમણે ઇસનપુર વિસ્તાર ખાતે આવેલ આવકાર હોલ પાસે યુવકને મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા આજુબાજુના લોકો ત્યાં આવી પહોંચ્યા અને તેમણે યુવકને નામ પૂછ્યું હતું. બાદમાં તમામ લોકોએ યુવકને ખૂબ માર માર્યો હતો. જોકે ઘટના બની ત્યાં બાજુમાં જ પોલીસ ચોકી હોવાને કારણે પોલીસે  તરત જ ત્યાં પહોંચી ગઈ અને યુવકને બચાવીને તેને ઇસનપુર પોલીસ મથક પહોંચાડ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ઇસનપુર પોલીસે હાલ તો આ સમગ્ર મામલે યુવતી ની ફરિયાદને આધારે યુવક કાજીમ ગોગારી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.