અંબાલાલ પટેલે ગુજરાત ના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મોટો બન્યો છે જેની ગુજરાતના વાતાવરણમાં ખૂબ મોટી અસર જોવા મળશે. ખાસ કરીને આ ડિપ ડિપ્રેશન ના લીધે થઈને ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ બંગાળની ખાડીમાં બનેલો સિસ્ટમની અસર ગુજરાત પર પણ આડકતરી રીતે થવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે કહ્યું ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે અહીં સ્થિતિ વણસી શકે છે. ત્યારપછી ગુજરાતમાં આગામી સમય દરમિયાન ચક્રવાત આવવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. પુર,ભારે વરસાદ, પુર, વાવાઝોડું, અસહ્ય ગરમી તેમજ ચક્રવાત આ બધા જ સંકટો ગુજરાત પર તોળાઈ રહ્યાં છે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, બિપોરજોય ચક્રવાત તો ગયું પરંતુ રાજ્ય પર એના જેવા જ બીજા સંકટો ના વાદળો પણ ઘેરાઈ રહ્યાં છે. ચક્રવાતોનું પ્રમાણ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વધશે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતો વધશે અને તે ચક્રવાતની અસર ડિસેમ્બર મહિના સુધી રહી શકે છે. તેમજ આ ઓગસ્ટ મહિનામાં ગરમી પડવાની શરુઆત થઈ જશે. તેમજ 13 સપ્ટેમ્બરથી 23મી ઓક્ટોબરમાં સમય સુધી અસહ્ય ગરમી પડવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના વાતાવરણમાં આજે તારીખ 6 ઓગસ્ટના રોજ ખૂબ મોટો બદલાવ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલા ડિપ ડિપ્રેશન ના કારણે રાજ્યનું વાતાવરણ વરસાદી બની શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા ઓ રહેલી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.