રાજકોટમાં સ્કોર્પિયો કારે ચાલકે એક ફેરીયા સહિત ત્રણ બાઈકોને લીધા અડફેટે
રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યો છે. કાર ચાલક દ્વારા એક ફેરિયા સહિત 3 બાઈકો અડફેટે લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ કેદ થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલક દ્વારા ફૂલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે ટકરાતા તે દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ટીમ સોમાનાથ સોસાયટી પહોંચી આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ફૂલ ઝડપે સ્કોર્પિયો કાર આવતી જોવા મળી હતી અને તેના ત્રણ બાઈક અને એક ફેરીયા અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે બાઈકોને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી.