GujaratSaurashtra

મહુવામાં શિક્ષકે સગીરાના પિતા પત્રકાર વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો શું સમગ્ર મામલો?

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો ભાવનગરના મહુવાથી સામે આવ્યો છે. મહુવામાં રહેનાર શિક્ષક વિરુદ્ધ સગીરાની છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં શિક્ષક દ્વારા સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા અને તેને કોઇને પણ ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. તેના વળતા જવાબમાં શિક્ષક દ્વારા પણ સગીરાના પિતા તેમજ એક પત્રકાર દ્વારા દસ લાખ માંગવામાં આવ્યા હતા અને ન આપ્યા તેના બદલામાં શિક્ષકને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની શિક્ષક દ્વારા વ્યક્તિ સામે મહુવા પોલીસમાં સામ-સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં સામ-સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહુવામાં રહેનાર બગીચા ચોક પાસે શાળા નં. 1 ના આચાર્ય સુરેશભાઇ ઓઝા દ્વારા તેની બાજુની શાળા નં. 9 માં અભ્યાસ કરનારી એક સગીરાને બોલાવવામાં આવી હતી. તેમના દ્વારા શરીર પર હાથ ફેરવી અડપલા કર્યાની સગીરાના પિતા દ્વારા સુરેશભાઇ ઓઝા સામે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આચાર્ય સુરેશભાઇ ઓઝા દ્વારા જવાબ આપતા ફરિયાદ કરવામાં આવી અને જણાવ્યું કે, સગીરાના પિતા દ્વારા છ મહિના પહેલા વ્યવસાય કરવા એક લાખ રૂપીયાની માંગણી કરવામાં આવી હતી. જે પૈસા મારી પાસે નહોતા એટલે મેં આપ્યા નહોતા અને ત્યાર બાદ સગીરાના પિતા તેમજ મહુવાના આદર્શ ન્યુઝના પત્રકાર ફરિદભાઇ આરીફભાઇ કાળવાતર દ્વારા ફોન કરી બાયપાસ રોડ પર આવેલ ડિલક્ષ ફર્નિચરની બાજુમાં આવેલ મહંમદભાઇના ડેલે બોલાવી બંન્ને વ્યક્તિઓ દ્વારા મારી પાસેથી દસ લાખ રૂપીયાની માંગણી કરવામાં આવી હતી. જો તું નહીં આપે તો સગીરાની છેડતીની ફરિયાદ દાખલ કરી પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એવામાં હવે બન્ને પક્ષ દ્વારા સામ-સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલામાં તપાસ શરુ કરવામાં આવી છે.