તાજેતરમાં શહેરમાં ઘણા બદમાશો ફરતા થયા છે, જેઓ ધર્મના નામે લોકોને લૂંટી રહ્યા છે. ધર્મની આડમાં તેમની વાતોથી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે જેનો કોઈ ધર્મ નથી, પણ પૈસા માટે તેઓ દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેતા હતા અને લોકોની આસ્થા વિરુદ્ધ રમત રમીને ભાગી જતા હતા. સાસુ, સસરા અને જમાઈની આ ત્રિપુટી ક્યારેક પૈસા માટે મંદિરના પૂજારી બની જતા તો ક્યારેક દરગાહના સેવક બનીને છેતરપિંડી કરતા પણ અચકાતા ન હતા. આ ત્રિપુટી ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરતી હતી અને વિશ્વાસના નામે લોકોને લૂંટી લેતી હતી. પોલીસ ત્રણેયને પકડ્યા છે.
પોલીસે ઈકબાલ શેખ, સલમા શેખ અને હૈદર શેખની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. સાસુ સાથે સસરા અને પાછા ભેગા જમાઈની આ ટોળકીએ ખૂબ આતંક મચાવ્યો છે. પૈસા માટે તે ધર્મના નામે છેતરપિંડી કરતા હતા અને ક્યારેક મંદિરનો પૂજારી બનીને અને ક્યારેક દરગાહનો સેવક બનીને છેતરપિંડી કરતા હતા. તેઓ હંમેશા વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવે છે. પોલીસના જણાવ્યા મુજબ, વાસણા અને વસ્ત્રાપુરમાં ફરિયાદો નોંધવામાં આવી છે કે આ લુખ્ખા ગેંગ વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવે છે અને તેમનું સરનામું પૂછવાના બહાને તેમના સોનાના દાગીના ઝૂંટવી લે છે. ઝોન 7 એલસીબીએ બાઇક નંબરના આધારે ત્રિપલ ગેંગને પકડી પાડી અને તેમની પૂછપરછ કરી હતી, જેમાં વધુ 8 બનાવોનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
પકડાયેલા ગુનેગારો વૃદ્ધોને નિશાન બનાવતા હતા. હિંદુઓ માટે તે પાવાગઢના પૂજારીના વેશમાં આવતા હતા જ્યારે મુસ્લિમો માટે ગરીબ નવાઝની દરગાહના ખાદીમ તરીકે આવતા હતા. આ ઠગ ટોળકી સુરતની રહેવાસી છે. જેઓ બાઇક પર આવતા હતા અને સોનાના દાગીના પહેરેલી વૃદ્ધ મહિલા કે પુરૂષને આર.કે.શર્મા નામની હોસ્પિટલનું સરનામું પૂછતા હતા. તે પોતાના ગેટઅપ પ્રમાણે પોતાને પૂજારી કે ખાદિમ કહેતાં અને અંધશ્રદ્ધાની વાતો કરીને વડીલોને વિશ્વાસમાં લેતો.
સોનાના ઘરેણાં રૂમાલ કે પર્સમાં રાખવા અને દૂધથી ધોયા પછી પહેરવાની સલાહ આપી. પછી તેઓ દેવતાને નજીકના ઝાડ અથવા થાંભલા પર દર્શન માટે મોકલતા અને ઘરેણાં લઈને ભાગી જતા. આ ઠગ ટોળકી છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે પોતાનો ગેટઅપ બદલતા રહ્યા જેથી કોઈને શંકા ન જાય.
પકડાયેલી ઠગ ત્રિપુટી ગેંગ સામે અગાઉ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં લૂંટ અને ચોરીના 8 ગુના નોંધાયા હતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ અમદાવાદમાં પણ આ ઠગ ટોળકી સક્રિય હતી. વાસણા પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ અન્ય કોઈ ગુનો કર્યો છે કે કેમ તે મુદ્દે તપાસ શરૂ કરી હતી.