સરથાણામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો, બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ઘણી વખત એવી મુશ્કેલીમાં ભરાઈ જતા હોય છે કે પછી પાછળથી રોવાના દિવસો સામે આવે છે. આવું જ કંઈક સુરતનાં સરથાણ વિસ્તારમાં બન્યું છે. જેમાં યુવક સાથે સગીરાને મિત્રતા કેળવવી ભારે મળી છે. જણાવી દઈએ કે, સગીરા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે મિત્રતા કરવા આવી હતી. એવામાં યુવક ઘરમાં એકલો હતો તે સમયે યુવતીને બોલાવી તેના પર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથે યુવતીની તસ્વીરો વાયરલ કરવાની ધમકી યુવક દ્વારા આપવામાં આવી રહી હતી. તેના લીધે સગીરાના પિતા દ્વારા આ મામલામાં સરથાણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
જાણકારી મુજબ, સુરતનાં સરથાણ વિસ્તારમાં રહેનાર યુવક દ્વારા સગીરાની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના લીધે સગીરા છેલ્લા થોડા દિવસથી ટેન્શનમાં રહેતા પરિવાર દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ સગીરા દ્વારા તમામ હકીકત જણાવતા સગીરાના પિતા દ્વારા સરથાણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ મામલામાં તપાસ અધિકારી સરથાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376 તેમજ પોક્સો અધિનિયમ હેઠળ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરથાણ પોલીસ સ્ટેશનમાં સગીરાનાં પિતા દ્વારા આરોપી પપ્પુ ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપી પપ્પુ ગુપ્તા દ્વારા ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ બંને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. તે દરમ્યાન આરોપી દ્વારા સગીરાને વિશ્વાસમાં લઈ તેને સરથાણ વિસ્તારની બે થી ત્રણ હોટલમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે યુવક પપ્પુ ગુપ્તાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.