આતંકના CCTV:અમદાવાદમાં 2 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો
અમદાવાદમાં રખડતા કૂતરાઓનો વધી રહ્યો છે. મહાનગરપાલિકા દર વર્ષે લાખો કરોડના ખર્ચે રખડતા કૂતરાઓને હટાવવાની વાતો કરે છે પરંતુ કૂતરાઓના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદના જુહાપુરામાં ફેઝુલ પાર્ક સોસાયટીમાં રખડતા કૂતરાએ બે વર્ષના બાળક પર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. રખડતા કૂતરાએ બાળક પર ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો.
ફતેહવાડી કેનાલ પાસેના ફેજુલનગરમાં રહેતો 2 વર્ષનો બાળક ગુરુવારે ઘરની બહાર રમવા ગયો હતો ત્યારે બહાર નીકળતાની સાથે જ એક રખડતો કૂતરો બાળક તરફ દોડ્યો અને તેને સીધો હુમલો કર્યો. બાળકના પિતા દોડી આવ્યા હતા. તેઓએ પુત્રને છોડાવવાનો પ્રયાસ કર્યો છતાં કૂતરાએ બાળકને છોડ્યું ન હતું. આ સમયે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
પિતાના પ્રયત્નો છતાં કૂતરાએ બાળકને છોડ્યું ન હતું. કૂતરાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રખડતા કૂતરા દ્વારા બાળક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.