મહેસાણામાં પતંગ લૂંટવા જતાં દસ વર્ષના બાળકનું કૂવામાં પડતા કમકમાટી ભર્યું મોત
ઉત્તરાયણ પર્વની લોકો ધ્વારા આજે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે મહેસાણાથી આજે દુઃખદ ઘટના સામે આવે છે. મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામમાં 10 વર્ષીય બાળક પતંગ લૂટવા જતા કૂવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લુંટવા માટે ગયેલો હતો. એવામાં ગામમાં આવેલ કુવામાં તે પડી ગયો અને તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. તેના લીધે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોટી હિરવાણી ગામના જીતુભાઈ વણઝારાનો દસ વર્ષનો બાળક રાહુલ પતંગ પકડવા લાઈમાં કુવામાં પડી ગયો હતો. તેના લીધે તેનું ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રાહુલના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયો છે. એવામાં દસ વર્ષના બાળકના મૃત્યુથી પરિવાજનો અને ગામમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ઉત્તરાયણના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ક્યારેક તેના લીધે જીવનું જોખમ પણ ઉભું થઈ જાય છે. તેમાં પણ પતંગ પકડવા સમયે લાપરવાહી તમારો જીવ લઇ શકે છે. ત્યારે આજે આવી જ મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામમાં ઘટી છે.