સુરતમાં એક હજાર રૂપિયા ઉછીના ના આપતા જમાઈએ કાકા સસરાની કરી હત્યા
સુરતના ગોડાદરા વિસ્તારમાં કાકા સસરાની જમાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના બે દિવસ અગાઉ બની હતી. દેવધ ગામના 1000 રૂપિયા ઉધાર આપવાનો ઇન્કાર કરનાર કાકા સસરાને નજીકમાં રહેનાર જમાઈ દ્વારા ગળે તારનો ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા હતા. હત્યા બાદ મોડી રાત્રીના ઘરે જઇ પત્નીને કહેવા પર સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યા કરનાર જમાઈનો ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દેવધ ગામ મથુરા નગરમાં રહેનાર અને ત્રણ સંતાનોની માતા મંજુદેવી રાઠૌર આ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા પોતાના પતિ છોટુ રાઠૌરની હત્યા કરાઈ હોવાની ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે અનુસાર ગોડાદરા પોલીસ સ્ટેશન નજીકથી મળતી જાણકારી અનુસાર ઉત્તરાણની રાત્રીના સાડા નવ વાગ્યાના મહોલ્લામાં જ રહેતી જેઠની પુત્રી ગીરજાદેવીનો પતિ સુનિલ ગણેશીલાલ રાઠૌર તેમના ઘરે પહોંચ્યો હતો. તે દરમિયાન શિક્ષિકાના પતિ છોટુ કૈલાસીરામ રાઠૌર પાસે 1000 રૂપિયા ઉધાર પતે માંગ્યા હતા. તેમ છતાં છોટુભાઈ દ્વારા નાણાં નહિ હોવાનું જણાવતાં પત્ની મંજુદેવી પાસે નાણાં અપાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ મંજુદેવી દ્વારા પણ નાણાં નહિ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેના લીધે બીજી વ્યક્તિઓ પાસેથી અપાવો તેમ કહીને છોટુ રાઠૌરને તે બહાર લઇને ગયો હતો.
એવામાં શિક્ષિકાની વાત કરીએ તો તે પતિની રાહ જોતા-જોતા ત્રણેય સંતાનોની સાથે ઘરમાં સુતેલી હતી તે સમયે રાત્રીના ૧૨ વાગ્યાના સમયગાળામાં નણંદ કમલેશી દેવી ગીરીરાજ દ્વારા ઘરનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તે દરમિયાન તેને જણાવ્યું હતું કે, કાકા છોટુ રાઠૌરનો મૃતદેહ ઘરથી થોડા દૂર ખેતરની બહાર પડેલો છે. તેને લઈને તે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. તે દરમિયાન તેમના પતિ છોટુભાઈની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી. તેની સાથે છોટુભાઈની હત્યા તેના જમાઈ સુનિલ દ્વારા જ કરવામાં આવી હતી. હત્યા બાદ સુનિલ જ ઘરે જઇને પત્નીને આ બાબતની જાણ હતી. તેને લઇ તેની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને આ બાબતમાં જાણ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણકારી ગોડાદરા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસદ્વારા મૃતદેહને સિવિલ પીએમ અર્થે હ્ત્યારને પકડવા માટે તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ત્યાર બાદ કાકા સસરાની હત્યા કરી નાસી ચુકેલ જમાઈ સુનિલને ગોડાદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સુનિલની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવતા તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કાકા સસરા છોટુભાઈ સાથે સાળો યોગેશ પણ કામકાજ કરે છે. જે તેને પસંદ નહોતું. તેના લીધે સુનિલને તે બાબતનું માઠું લાગ્યું હતું. તેના લીધે ઝઘડો પણ થયો હતો. એવામાં 1000 રૂપિયા ઉધાર નહિ આપતા કાકા સસરા છોટુભાઈને ખેતર પાસે લઈ જઈને તારની ફેન્સિંગથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી નાખ્યાની સુનિલ દ્વારા કબુલાત કરવામાં આવી હતી.