GujaratAhmedabad

અમદાવાદના વસ્ત્રાલમાં અઢી કરોડના દેવા થી કંટાળીને વેપારીએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા 

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના અમદાવાદના વસ્ત્રાલથી સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ૪૩ વર્ષીય વ્યક્તિને ધંધામાં 2.50 કરોડનું દેવું થઈ ગયું હતું અને પત્ની અવારનવાર ઝઘડો પણ થતો હતો. તેના લીધે અંતે કંટાળીને ગત 13 જાન્યુઆરીના રોજ ઘરમાં જ પરવાનગી વાળી રિવોલ્વર વડે આત્મહત્યા કરી લેવામાં આવી હતી.

તેની સાથે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ વ્યક્તિ દ્વારા એક મહિના અગાઉ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આ મામલામાં રામોલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલાને લઈને વધુમાં જણાવી દઈએ કે, રામોલમાં આવેલા ઓમઓફર્ડમાં ૪૩ વર્ષીય રાજેશકુમાર પટેલ પરિવાર સાથે વસવાટ કરે છે. કોરોના કાળ પહેલા રેતી કપચીનો તેમનો મોટાપાયે ધંધો ચાલી રહ્યો હતો. પરંતુ કોરોના સમયે ધંધામાં નુકસાન પહોંચતા તેમને 2.50 કરોડનું દેવું થઇ ગયું હતું. ત્યાર બાદ નાના મોટા કોન્ટ્રાકટ પર રાજેશભાઈ કામ કરી રહ્યા હતા. એવામાં એક તરફ દેવું ભરવાનું ટેન્શન અને બીજી તરફ પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

એવામાં ગત 13 જાન્યુઆરીના રોજ રાજેશ ભાઈએ પોતાના રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી નાખ્યો અને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો આવાજ સંભાળતાની સાથે પત્ની સહીત અન્ય લોકો રૂમ તરફ દોડી આવ્યા હતા. પરંતુ રાજેશભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવતા રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સિવાય આજુબાજુમાં રહેનાર લોકોના નિવેદન પણ પોલીસની ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.