સુરેન્દ્રનગર : ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પતિ, પત્ની અને પુત્રનું કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે એક બાળક નો આ અકસ્માતમાં બચાવ થયો છે. મૂળીની હોસ્પિટલ ખાતે ત્રણેયના મૃતદેહ ને મોકલી દેવાયા છે.૩
જાણકારી મુજબ, સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જવાના લીધે ત્રણ લોકોના મોત થયા છે. અસ્ક્માત ની વાત કરીએ તો કારનો આગળનો ભાગ ડમ્પર ની પાછળ ઘૂસી જતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. તેના લીધે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.. જ્યારે અંદાજે પાંચ થી છ વર્ષના એક બાળક નો આ ઘટનામાં બચાવ થયો છે.
ઘટનાને લઈને વધુમાં જણાવી દઈએ કે, મૂળી-સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેક્ટર લાઈટ ન હોવાના લીધે કાર પાછળથી ઘુસી ગઈ હતી. તેના લીધે કારમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર ઉમટી આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતક ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે મૂળીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.