સુરતમાં પ્રેમીએ પ્રેમિકાને ઘરે બોલાવી હત્યા કરી પોતે પણ કરી આત્મહત્યા
સુરત શહેરના ઉઘના વિસ્તારથી ચકચાર મચાવનાર ઘટના સામે આવી છે. જેમાં 28 વર્ષીય પ્રેમી દ્વારા પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
જાણકારી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાઈ જલારામ નગરમાં આ ઘટના બની છે. જ્યારે વિસ્તારમાં દોઢ મહિના અગાઉ જ રહેવા આવેલા 28 વર્ષીય વિજય ગોહિલ નામના યુવક દ્વારા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની જાણકારી સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણકારી મળતા પોલીસની કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી યુવકને મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. તેની સાથે યુવકના પગની પાસે એક યુવતીની લાશ પણ મળી હતી. પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી તે દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે, આ ઘરમાં યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં રહેલો છે. પરંતુ તેની સાથે યુવક ના પગ પાસે યુવતીની લાશ પોલીસને મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તો પોલીસને જાણકારી મળી હતી કે, જે મકાનમાં યુવકનું મૃતદેહ મળી આવ્યો છે તે યુવક દોઢ મહિના પહેલા જ પરિવાર સાથે અહીંયા રહેવા માટે આવ્યો હતો.
તેની સાથે પરિવારના બહાર જતા જ યુવાન દ્વારા પોતાની 18 વર્ષની પ્રેમિકાને ઘરે બોલાવવામાં આવી હતી. પ્રેમી યુગલ વચ્ચે કોઈ મામલે ઝઘડો થયો અને યુવકે યુવતીની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી અને યુવક દ્વારા કરવામાં આત્મહત્યાને લઈને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી એફએસએલની મદદ થી લઈ આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.