GujaratAhmedabad

ભાજપમાં જોડાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને આપ્યો જડબાતોડ જવાબ

લોકસભા ચૂંટણી પહેલાં ફરીથી રાજ્યમાં પક્ષપલટાની રાજનીતિ શરુ થઈ ગઈ છે. ભાજપ દ્વારા એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો તોડવા ઓફિશિયલી ટીમ બનાવવામાં આવી છે. જેમાં ભરત બોઘરા કેપ્ટન રહેલા છે. તેમની આગેવાનીમા કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવા બાબતમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મોટી વાત કરવામાં આવી હતી છે. ગેનીબેને ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપ દ્વારા કોંગ્રેસનો ભરતી મેળો કરવામાં આવી રહ્યો છે. ભાજપ ક્રેડિટ ગુમાવી દીધી છે એટલે કોંગ્રેસના લોકોને લઈ જઈ કોંગ્રેસની ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતી જાય છે. ભાજપ જણાવે છે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે.

આ સિવાય ગેનીબેન દ્વારા ભાજપમાં ન જોડવાની બાબતમાં મોટો ખુલાસો કર્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારે કોઈ નોકરી કે ફાઈલો ચાલતી નથી, ભૂતકાળમાં પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે હજુ કરવા હોય તો મારી તેની ના નથી. જે ધારાસભ્ય ભાજપમા ગયા છે તે પ્રજાના કામ કરે તેવી અપેક્ષા છે. ગેનીબેન ક્યારેય ભાજપમા જોડાશે નહીં, ભૂતકાળમાં ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. આ સાથે ગેનીબેન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાને મામલે નિર્ણય પોતાની પાર્ટી પર છોડવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના લીધે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ગેનીબેનની ભાજપમાં જવાની ચર્ચાને તેમના દ્વારા અફવા ગણાવવામાં આવી હતી. તેમન દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી હતી. તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા રહેલા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય રહેલ છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક રહેલ નથી કે મને ખરીદી શકે…જય હો કોંગ્રેસ