વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યાંરે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. એવામાં વડોદરામાં થયેલ આ ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે.. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મોટી જાણકારી આપવામાં આવી છે.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત નીપજ્યું છે જ્યારે છ આરોપીઓની ધરપકડ કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓની જાણ કરાઈ હતી. પોલીસને આના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે.
પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બોટ ઓપરેટરને માત્ર તરતા જ આવડતું હતું. તેની પાસે હોડી ચલાવવાની ક્ષમતા રહેલી નહોતી. તેને ત્યાં નિલેશ જૈને રાખેલો હતો. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બોટ પરના સહાયકને પણ તરતા આવડતું નહોતું. આ બધી બેદરકારીના લીધે આરોપીઓ માટે એલઓસી જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, વડોદરા બોટ કાંડને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાન પર 7 સભ્યોની SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ માટે ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SIT ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તેની સાથે વડોદરા DCP પન્ના મોમાયા અને DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડાનો સભ્ય તરીકે SIT ની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.