VadodaraGujarat

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં આરોપીઓના રિમાન્ડ મંજૂર, પરેશ શાહ અને નિલેશ જૈનને ઝડપવા ઘણી ટીમો બનાવાઈ

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સરકાર વકીલ અનિલ દેસાઈ અને સિનિયર વકીલ હિતેશ ગુપ્તા દ્વારા આરોપીઓના રિમાન્ડ માટે ધારદાર દલીલો કરવામાં આવી હતી. તે દલીલો દ્વારા કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પૂછપરછમાં હજુ પણ અનેક ખુલાસો થઈ રહ્યા છે. તેની સાથે મેસર્સ કોટીયા પ્રોજેક્ટનાં સંચાલકો, ભાગીદારો તેમજ ડાયરેક્ટરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરેશ શાહ અને નિલેશ જૈન દ્વારા શોધ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે.

વડોદરા બોટ દુર્ઘટના બાબતમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ ઓફીસની મદદ લેવાઈ છે. ગઈકાલના આરોપીઓ પકડાયા તેમના મોબાઈલની ચકાસણી કરવામાં આવી હતી. આ સિવાય આરોપીની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી હતી.

તેની સાથે આરોપીઓ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ડોલ્ફીન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે કંપની નિલેશ જૈનની રહેલી હતી. તેમજ આવકનું રિપોર્ટીંગ પરેશ શાહ અને  નિલેશ જૈનને રોજ સ્ટાફ દ્વારા આપવામાં આવતો હતો. ટીકીટ વેચાણની જાણકારી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને અપાતી હતી. પરેશ શાહ અને નિલેશ જૈન દ્વારા અંતે પોલીસ દ્વારા આરોપી બનાવવામાં આવ્યો હતો. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ રહેલો હતો. તેમજ હાલમાં પરેશ શાહ, પુત્ર, પુત્રી અને તેની પત્નિ મળી ચારેયને આરોપી બનાવવામાં આવ્યા છે.