અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક પાસે જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્સમાં દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાના લીધે પાંચ વ્યક્તિઓ દટાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બેઝમેન્ટ ના કામ દરમિયાન નિર્માણધીન સ્લેબ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છત્તીસગઢના 5 શ્રમિક દટાઈ ગયા હતા. તેમ છતાં આ ઘટનામાં ચાર શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ એક દટાયેલા એક શ્રમિકને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કઢાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, આંબાવાડી વિસ્તારમાં જૂની જીએસટી ભવનની પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ સાંજના સમયે અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ પ્રાપ્ત થયો હતો. આ દુર્ઘટનામાં કેટલાક લોકો દટાઈ ગયા છે. તેના લીધે નવરંગપુરા ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશનની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમ પહોંચે તે પહેલા ચાર વ્યક્તિઓ ને બહાર નીકાળી દેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ભેખડમાં દટાયો ગયો હતો.
ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ વ્યક્તિને શોધવામાં આવ્યો અને તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. તેના પછી તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેમ છતાં દટાયેલા વ્યક્તિને હોસ્પિટમાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. મૃતક અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયાની ઉમર 13 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
દટાયેલા વ્યક્તિઓની વાત કરીઓ તો અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા, સુખરામ, કૈલાશ, એતરો અને વિકાસનું નામ સામેલ છે. જ્યારે આ દુર્ઘટનામાં અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયાનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.