ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ફરી ચમકારો જોવા મળ્યો છે. લોકોને ફરીથી હાથ થીજવતી ઠંડી સહન કરવાનો વારો આવ્યો છે. એવામાં હવે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં એક વખત ફરીથી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ભૂમધ્ય સાગરમાં ફરી એક વખત ચક્રવાત આવવાનો છે. તેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં દેખાશે. તેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણની શક્યતા છે. 17-19 જાન્યુઆરીના પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. તેના લીધે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ બન્યું રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને લઈને ઉનાળાને લઈને આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને લીધે હિમ નદી ઉપર અસર જોવા મળશે. હિમ નદીઓ ઉપર અસર થવાના લીધે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવે તેવી શક્યતા રહેલી છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેલી છે. 19 ફ્રેબૃઆરીના હળવી ગરમીની શરૂઆત થઈ જશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી જોવા મળશે.