જુનાગઢ પોલીસનાં થર્ડ ડિગ્રી ટોર્ચરનો ભોગ બનેલા યુવકનું સારવાર દરમિયાન મોત થતા ભારે હોબાળો, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું મોટું નિવેદન
જૂનાગઢમાં થોડા દિવસો પહેલા અમદાવાદના વ્યક્તિ શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ કેસમાં ફ્રોડ થયા હોવાનો કેસ આદમ સિડા દ્વારા જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો હતો. આ મામલામાં સંડોવાયેલ શખ્સની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી હર્ષિલ જાદવની ધરપકડ કરી પોલીસ દ્વારા રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. એવામાં રિમાન્ડ દરમિયાન પીએસઆઇ દ્વારા આરોપીને માર મારતા આરોપીને માથાના ભાગમાં અને હાથના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. એવામાં જાણકારી સામે આવી છે કે, આરોપી દ્વારા પીએસઆઈ સાથે 3 લાખમાં સેટલમેન્ટ ન કરવામાં આવતા માર મારવામાં આવ્યો હતો. એવામાં આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશનેથી કોર્ટમાં લઈ જવામાં આવતા જજ પણ ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
તેમ છતાં પોલીસ દ્વારા હર્ષિલ જાદવને દવાખાને લઈ જવાને બદલે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ જેલના સત્તાધીશો દ્વારા પણ ઇજાગ્રસ્ત હાલતમાં હર્ષિલનો કબજો મેળવવામાં ન આવતા હર્ષિલને જામીન પર મુક્ત કરવામાં આવતા અમદાવાદ પહોંચ્યા હતા. 21 જાન્યુઆરીના રોજ વકીલને મળવા જતા દરમિયાન હર્ષિલ અચાનક પડી જાય છે અને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોકટર દ્વારા હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસના સતત મારના લીધે બ્લડકલોટિંગ થવાના લીધે હાર્ટ એટેક આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
તેની સાથે હર્ષિલની સ્થિતિ ગંભીર બનતા તેના ભાઈ બ્રીજેશ દ્વારા પીએસઆઇ મકવાણા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ દ્વારા પીએસઆઇ મકવાણા વિરૂદ્ધ 307 અને 331નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એવામાં યુવકનું મૃત્યુ થતા હવે તેમના પર 302 નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હર્શિલ 23 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામ્યો હતો. પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતા સમજી અંતે બી ડિવિઝનના પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ અત્યાચારના પ્રયાસની સાથે હત્યાની કલમ 307 ઉમેરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.
જ્યારે આ મામલામાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, જૂનાગઢમાં મુકેશ જાદવ નામના વ્યક્તિને કોઈ ગુના બાબતમાં પોલીસ દ્વારા રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવાર પાસેથી 3 લાખ રૂપિયાને લાંચ માંગણી કરવામાં આવી હતી. પરંતુ પરિવાર લાંચ ન આપી શકવાથી રિમાન્ડમાં માર મારવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની વર્દીને ગુંડાગીરીના લોકો ભોગ બની રહ્યા છે. આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે સખ્ત પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ છે.