અમદાવાદ શહેરની શાળાઓમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓ માં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયુંછે. જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડમાં જે મુજબ પરીક્ષા લેવામાં આવે છે તે મુજબ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું હતું. શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો હોય તેવા વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ વધે અને તેવા વિદ્યાર્થીઓ નો બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુસર પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન ગત વર્ષથી જ અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું હતું. ત્યારે ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના ભાગરૂપે પણ આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં આજથી કરાયું છે. આજે અમદાવાદની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. આજે વિદ્યાર્થીઓ નું પ્રથમ પ્રશ્નપત્ર રહેલી છે.
તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી પ્રશ્નપત્ર આવે એટલે સારા પ્રશ્નપત્રનો પણ તેમને તેનો વિદ્યાર્થીઓને અનુભવ થશે. જે શાળા કક્ષાએથી નહી પરંતુ બહારથી જ આવે છે. જેવી રીતે બોર્ડનું પ્રશ્નપત્ર આવે છે તે રીતે હોલ ટિકિટ પણ વિદ્યાર્થીઓની બોર્ડની જેમ જ કઢાવવામાં આવે છે. તેની સાથે ખાખી સ્ટીકર તેમજ બારકોડ સ્ટીકર પણ રહેલ હોય છે. તેના લીધે કરીને વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવી જાશે. તેમજ ઉત્તરવહીનું મૂલ્યાંકન બોર્ડની પદ્ધતિ મુજબ કરવામાં આવશે. તે પણ નિદર્શન વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે. આ પ્રિલીમ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયો નું પ્રિલીમ પરીક્ષાનું આયોજન અમદાવાદ ખાતે કરાયું છે.