ભાજપમાં ભરતી મેળો, હવે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરુ થઈ ગયો છે. ગઈકાલના વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડવામાં આવ્યા હતા. ત્યારે હવે આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયો ધારણ કરવામાં આવ્યો છે. ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ચિરાગ પટેલેને વિધાનસભાની પેટા ચુંટણીની ટિકિટ મળશે તેવા સંકેત પાટીલ દ્વારા આડકતરી રીતે આ કાર્યક્રમમાં આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલનો પુન ભાજપ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તે દરમિયાન ચિરાગ પટેલ ભાવુક થઈ ગયા હતા. તેમના દ્વારા પોતાના મત વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. ચિરાગ પટેલને આવકારતા સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ચાલે નહીં. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોવે.
આ સિવાય આણંદ જિલ્લામાં ભાજપનું ભરતી અભિયાન જોવા મળ્યું હતું. આજે બોરસદમાં એક કાર્યક્રમમાં 2000 જેટલા કોંગી કાર્યકર્તાઓ દ્વારા કેસરિયો ધારણ કરવામાં આવ્યો હતો. રમણ સોલંકીની આગેવાનીમાં કાર્યર્ક્તાઓ ભાજપમાં જોડાયા હતા. જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ખેસ પહેરાવી કાર્યકર્તાઓને ભાજપમાં જોડવામાં આવ્યા હતા.