રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત આણંદના નાવલી ગામથી સામે આવ્યો છે.
આણંદના નાવલી ગામ પાસે ગુરુવાર રાત્રીના આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફૂલ ઝડપે આવેલી કાર દ્વારા અનેક લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. કાર ચલાવનાર નબીરા દ્વારા દારૂના નશામાં અંદાજે આઠ લોકોને કચડી નાખવા માં આવ્યા હતા. દારૂ પીને ફૂલ ઝડપે કાર ચલાવનાર જેનિસ પટેલ દ્વારા બે બાઇક અને સામેથી આવતી બે બાઈકને અડફેટે લઈ આઠ વ્યક્તિ ને કચડી નાખવા માં આવ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. આ મામલામાં કાર ચાલક આરોપીની આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરી તેની વિરુદ્ધમાં સાપરાધ માનવવધ અને દારૂબંધીની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ શરુ કરવામાં આવી છે.
તેની સાથે ઈજાગ્રસ્ત જેનીશનો આણંદ ની જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરાવતા નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું. નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજાવનાર જેનીશ પટેલ વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા માનવ વધની કલમ નો ઉમેરો કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જેનીશ પટેલ નામના નબીરા દ્વારા બેફામ નશાની હાલતમાં આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ નાવલી-નાપાડ દહેમી નજીક ગુરુવાર રાત્રીના નાપાડ ના નબીરા જેનિસ પટેલ દ્વારા નશાની હાલતમાં બેફામ ગાડી હંકારી ને 7 વ્યક્તિ કચડી નાખતા 4 લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે અમદાવાદ ના તથ્ય કાંડની યાદ તાજી કરી દીધી હતી. પોલીસ દ્વારા સહકારી આગેવાન ના પુત્ર જેનિસ સામે આઇપીસી કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, નાપાડ ગામ ના સહકારી આગેવાન ના પુત્ર જેનીશ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હોવાનું સામે આવ્યું છે. તેના લીધે શુક્રવાર રાત્રીના તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ આવ્યો હતો. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ – નાવલી રોડ દહેમી નજીક આગળ ત્રણ બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. એક બાદ એક ત્રણ બાઈકને અડફેટમાં લઈને બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમાર નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અંકિતા ગુમા સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.