GujaratAhmedabad

અમદાવાદના સેટેલાઈટ એક કરોડની ચોરી કરનાર રાજા બંગાળથી ઝડપાયો, દીકરીને ડોક્ટર બનાવવા માટે ઘડ્યો હતો પ્લાન…

અમદાવાદના સેટેલાઇટમાં નોકર દ્વારા કરવામાં આવેલ એક કરોડના મત્તાની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા નોકરની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, પુત્રીને ડોકટરના અભ્યાસ માટે લીધેલી લોનની ભરપાઈ કરવા માટે રાજા ચૌધરી નામના વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા રાજા ચૌધરીની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે તે મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજા ચૌધરીની ગઈ તારીખ 20 જાન્યુઆરીના રોજ સેટેલાઇટના રસ મધુર સોસાયટીમાં થયેલ એક કરોડના મત્તાની ચોરીના કેસમાં વેસ્ટ બંગાળથી 7 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, રાજા ચૌધરીની પુત્રીનું વર્ષ 2023 માં વેસ્ટ બંગાળમાં ડોકટરના અભ્યાસમાં એડમિશન લેવામાં આવી હતું. તેની ફી ભરવા માટે આરોપી રાજા ચૌધરી દ્વારા પર્સનલ લોન લેવામાં આવી હતી અને તેનું દેણું ચૂકવવા માટે રાજા ચૌધરી દ્વારા ચોરીનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પ્લાનના આધારે ગુજરાતના અમદાવાદમાં આવીને ઘરઘાટી તરીકે ક્યાંય કામ કરવું અને પછી ચોરી કરી નાસી જવાનો પ્લાન ઘડ્યો હતો. તેની સાથે રાજા ચૌધરી દ્વારા એક ખોટું રમેશ ચક્રબર્તી નામનું આધાર કાર્ડ પણ બનાવી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રસ મધુર સોસાયટીમાં કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલ અગ્રવાલ પરિવારમાં ઘરઘાટી તરીકે કામ કરવા લાગ્યો હતો.

એવામાં એક મહિના સુધી કામ કરી રેકી કરી મોકો મળતાની સાથે જ ઘરમાં રહેલ સંપૂર્ણ તિજોરી જ ઉઠાવીને નાસી ગયો હતો. જેમાં 30 લાખ રોકડા સહીત 70 લાખના સોના, ચાંદી અને હીરાના ઘરેણા રહેલા હતા. તેની સાથે ચોરી કરવામાં આવેલ પૈસા રાજા ચૌધરી દ્વારા વેસ્ટબંગાળ પોતાના વતનમાં દીકરી માટે લીધેલ પર્સનલ લોનની ભરપાઈ કરી દીધી હતી. જ્યારે બાકીના સોનાના દાગીના વેચી નાખ્યા અને હીરાના દાગીના તોડી નાખ્યા હતા. અમદાવદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે નોકર ચોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.