સુરતમાં રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા જતાં દંપતી પટકાયું, ASI એ જીવ બચાવ્યો
ચાલુ ટ્રેનમાં ચડતા સમયે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે જયારે આજે આવી એક બાબત સુરતથી સામે આવી છે. સુરત શહેરના રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતા સમયે દંપતી પટકાયું હતું. એવામાં અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસના ASI ની જોતા તેમના દ્વારા દોડીને આ દંપતીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જાણકારી મુજબ, સુરત રેલ્વે સ્ટેશન પર ઉધના વિસ્તારમાં રહેનાર 61 વર્ષીય રામશ્રય શ્રીવાસ્તવ અને તેમના પત્ની શકુન્તલા દેવી સાથે ગઈકાલના રોજ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દંપતિ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર પહોંચ્યું હતું. તેમ છતાં કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ નહોતી. એવામાં આ દંપતિ દ્વારા જયપુર પુણે એકસપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દંપતીનો પગ લપસી જાય છે તેના લીધે ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે તે ફસાઈ જાય છે. તે સમયે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઇ ઈસરાર બેગ ત્યાં આવી પહોંચે છે.
ત્યાર બાદ પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતી જોઈ ASI ઈસરાર બેગ દ્વારા તાત્કાલિક તેમને કાઢવા માટે પ્રયાસ કરવામાં આવે છે અને મુસાફરો પણ મદદ માટે દોડી આવે છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના રહેલા છે આ વૃદ્ધ દંપતીને ASI ઈઝરાર બેગ દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમત પૂર્વક બચાવી લેવામાં આવ્યું હતું. તેની સાથે એક વાત સ્પષ્ટ છે કે, જો સમયસર ASI ઈસરાર બેગ ત્યાં પહોંચ્યા ના હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતો.