મેઘરજના કાલીયા કુવા બોર્ડર પાસે દારૂ ભરેલ કારને નડ્યો અકસ્માત, કારચાલકનું ઘટનાસ્થળ કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અરવલ્લીના મેઘરજથી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, રાજ્યમાં દારૂબંધીને પડકાર આપનાર ઘટના સામે આવી છે. આ ઘટના અરવલ્લીના મેઘરજ થી સામે આવી છે, મેઘરજના કાલીયા કુવા બોર્ડર પર દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કારની ટક્કર બોર્ડર પોસ્ટની નજીક આવેલા એક વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો આગળના ભાગનો કુચ્ચો બોલી ગયો હતો.
તેની સાથે જે વૃક્ષ સાથે કારની ટક્કર થઈ હતી તે બરાબર પોલીસ ચોકીની પાસે આવેલું હતું. જ્યારે અકસ્માતમાં ચોકીમાં હાજર પોલીસ કર્મી અને હોમગાર્ડનો આ ઘટનામાં બચાવ થયો હતો. ઘટનાની જાણકારી મળતા જ PSI સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા કાર પર કબ્જો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેની સાથે શખ્સ ના મૃતદેહને પીએમ અર્થે મેઘરજ આરોગ્ય કેન્દ્રમાં મોકલી દેવાયો હતો. પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ આ કારમાં આટલી સંખ્યામાં દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે બાબતમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.