રાજ્યમાં હાલ ડબલ ઋતુ નો અહેસાસ થઈ રહ્યો છે. કેમ કે વહેલી સવારે ઠંડી જ્યારે બપોર ના ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક શહેરોમાં તાપમાન વધુ જોવા મળ્યું છે. તેના લીધે એવું લાગી રહ્યું છે કે, ઠંડી હવે જતી રહેશે. પરંતુ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. તેની અસર 19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી દરમિયાન જોવા મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે બરફ વર્ષા ની શક્યતા રહેલી છે. તેના સિવાય આગામી 25 અને 26 ફેબ્રુઆરી ના ઠંડી આવવાની શક્યતા રહેલી છે.
તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના ઉત્તર ભાગમાં જોવા મળવાની છે. એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ફરી ઠંડી અનુભવાશે. તેની સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે
જયારે માર્ચ મહિનામાં એટલે કે 3-5 માર્ચ દરમિયાન મુંબઈ ના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તેના લીધે 5 થી 7 માર્ચ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે સાત અને આઠ માર્ચના વાતાવરણમાં પલ્ટો જોવા મળશે. જ્યારે લોકોને રાત્રે ઠંડીનો અનુભવ થશે ત્યારે બપોરે ગરમીનો અહેસાસ થશે..