ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો, ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક મોટા ફટકા પડી રહ્યા છે. ગઈ કાલના નારણભાઈ રાઠવા દ્વારા રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. એવામાં હવે ઉત્તર ગુજરાતથી કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. જ્યારે હવે દાંતાના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પણ રાજીનામું આપવામાં આવે તેવી શક્યતા રહેલી છે.
જાણકારી અનુસાર, આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલ દ્વારા પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલવામાં આવ્યું છે. ગઇકાલના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે ફરી એક દિગ્ગજ નેતાના રાજીનામાંથી રાજકારણ ગરમાવો આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, નેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી શક્યતા રહેલી છે. સૂત્રો અનુસાર કોંગ્રેસના વધુ એક આદિવાસી ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા રહેલી છે. બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા રાજીનામુ આપવામાં આવી શકે છે. ત્યારે મહત્વની વાત એ છે કે, ગઈ કાલના રોજ અચાનક કાંતિ ખરાડી દ્વારા મતવિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાંતિ ખરાડી મતદારોનું કારણ આગળ ધરી રાજીનામું આપે તેવી શક્યતા રહેલી છે.