SaurashtraGujaratRajkot

રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસે સર્જાઈ ભયંકર દુર્ઘટના, બે ST બસની વચ્ચે આવી જતા વિદ્યાર્થીનું કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, રાજકોટ એસટી બસ પોર્ટની નજીક આજે સવારના બે એસટી બસની વચ્ચે ચગદાઈ જતાં એક 21 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા ગામનો બ્રિજેશ સોલંકી નામનો યુવક દ્વારકા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રાજકોટ એસટી બસ સ્ટેશન બહાર બસના પ્રવેશના ગેટની નજીકથી ઝડપથી પસાર થવા જતા પાછળથી આવી રહેલી બસ દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો. તેના લીધે યુવક બે બસની વચ્ચે ચગદાઈ ગયો હતો. આ કારણોસર યુવકને ભારે ઈજા પહોંચી હતી. તેના લીધું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

આ મામલામાં રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે બે એસટી બસની વચ્ચે આવી જવાના લીધે એક રાહદારીનું કરુણ મોત નીપજ્યું છે. તેબ બદલ અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. જૂનાગઢ-રાજકોટ રૂટની એસટી બસ આજ સવારના રાજકોટના ઢેબર રોડ પર સ્થિત સેન્ટ્રલ બસ પોર્ટમાં એસટી બસ આવી રહી હતી તે દરમિયાન આ મુસાફર દોડીને સામેની તરફ જતો હતો. તે દરમિયાન પાલિતાણા-રાજકોટ રૂટની બસ પાછળથી આવી રહી હતી. ત્યાર બાદ બંને એસટી બસની વચ્ચે આ મુસાફર આવી ગયો હતો અને તેના લીધે ઘટનાસ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેમ છતાં આ ઘટનામાં જે કોઈની પણ બેદરકારી લીધે તેની સામે સખ્ત પગલાં ભરવામાં આવશે.