AhmedabadGujarat

અમદાવાદ : રેશનકાર્ડ કાઢવાના કામમાં સબઝોનલ ઓફિસના કોમ્પ્યુટર ઓપરેટર સહિત 2 લોકો લાંચ લેતા ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક મોટું ઓપરેશન પાડવામાં આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેશન કાર્ડ કઢાવી આપવા લાંચ લેનારા મક્તમપુરા વોર્ડના સબ ઝોનલ ઓફિસ ના કોમ્પ્યુટર ઓપરેટર સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મક્તમપુરા વોર્ડ, સબ ઝોનલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુનિલ ભોજાવીયાએ ફરિયાદીને રેશનકાર્ડ બનાવવા પોતાની પુરવઠા ઓફિસમાં ઓળખાણ હોય જેથી ફરિયાદી પાસે રૂપિયા 4500ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ રૂ. ૩૦૦૦ અગાઉથી આપી દીધા હતા.

જાણકારી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મક્તમપુરા વોર્ડ, સબ ઝોનલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરનાર સુનિલ ભોજાવીયાનું આ બાબતમાં નામ આવ્યું છે. સુનિલ ભોજાવીયા દ્વારા ફરિયાદીને રેશનકાર્ડ બનાવવા માટે પોતાની પુરવઠા ઓફિસમાં ઓળખાણ રહેલી છે તેવું જણાવી ફરિયાદી પાસે રૂપિયા 4500 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં ફરિયાદી દ્વારા રૂ. ૩૦૦૦ અગાઉથી આપી દેવામાં આવ્યા હતા.

તેની સાથે બાકીના 1500 માંથી રૂ.1000 માફ કરી દેવામાં આવ્યા અને 500 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાના લીધે એ.સી.બી. નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરીયાદના આધારે આ બાબતમાં મંગળવારના એ. સી. બી દ્વારા લાંચનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા લાંચના નાણા કમરૂદ્દીન બદરૂદ્દીન શેખ ઉર્ફ મૈયુને આપવાનું કહેવામાં આવ્યું હતું. આ બાબતમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.