GujaratAhmedabad

લોકસભા ચુંટણીને લઈને ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલનું મોટું નિવેદન, આ પાર્ટીને પાટીદાર સમાજ આપશે વોટ….

લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેની સાથે રાજ્યમાં વિવિધ સમાજો તેમની રાજકીય અને સામાજિક માગણીઓ પક્ષ સમક્ષ કરવામાં આવી રહી છે. એવામાં લોકસભા ચૂંટણીને લઇને પાટીદાર સમાજ કઇ પાર્ટી સાથે રહેલ છે તેને લઇને મોટું નિવેદન આપવામાં આવેલ છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે પાર્ટી સનાતન ધર્મ સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ રહેવાનો છે. પાલનપુરમાં આયોજિત મહાસંમેલનમાં આર.પી. પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોના મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. 31 ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈને પાટીદારોનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં મોટીસંખ્યામાં કડવા પાટીદારો પહોંચ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી પટેલની સાથે પાટીદાર આગેવાનો પણ જોડાયા હતા. પાલનપુરમાં લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યના કદાવર મંત્રીની ખાસ હાજરી જોવા મળી હતી. તેની સાથે સમાજના જાણીતા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા દર્શાવવામાં આવી હતી. આ સંમેલનમાં મોટીસંખ્યામાં બહેનો ખાસ હાજર રહી હતી.

આ દરમિયાન પાલનપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલ દ્વારા  લોકસભા ચૂંટણીમાં પાટીદાર સમાજ કોને વોટ આપશે તેને લઇને ખુલાસો કરવામાં આવ્યો હતો. ચૂંટણીને લઇને આર. પી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, જે પાર્ટી સનાતન ધર્મ સાથે રહેશે તેની સાથે પાટીદાર રહેવાના છે. સનાતન ધર્મની સાથે રહેનારી પાર્ટીની સાથે પાટીદાર સમાજ છે. સનાતનને અપશબ્દો બોલનારને અમે જડબાતોડ જવાબ આપીશું.