સુરતમાં તાંત્રિક વિધિના નામે કીર્તિ ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, ભુવાજીની અટકાયત
સુરત શહેરથી તાંત્રિકનો મામલો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જાણકારી મળી છે કે, આ તાંત્રિક દ્વારા યુવતી સાથે પ્રેમનું નાટક કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તાંત્રિક કીર્તિ ભુવાની અટકાયત કરી આ મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, સુરતના કતારગામમાં કીર્તિ માંડવીયા નામના તાંત્રિક દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં કીર્તી માંડવીયા દ્વારા યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. કીર્તિ ભુવા નામના તાંત્રિક સામે આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ સમગ્રે મામલે પોલીસ દ્વારા કીર્તિ માંડવીયાની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, કીર્તિ ભુવા ઉર્ફે કીર્તિ માંડવીયાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામમાં એકાઉન્ટમાં ધૂણતા, સિગારેટ સાથે અનેક રિલ્સ અને ફોટોસ જોવા મળ્યા છે. તેની સાથે તેમના હાથ પર ‘આદેશ’ નામથી ટેટૂ પણ બનાવવામાં આવેલ છે. જ્યારે તેની મોટા ભાગની રિલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.