IPL 2024 ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર રમાઈ હતી. આ મેચ જોવા માટે અનેક દર્શકો આવ્યા હતા. એવામાં આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, આ મેચમાં ચાહકો વચ્ચે મારામારી થઈ હોઈ તેવો મામલો પણ સામે આવ્યો છે. સ્ટેડીયમમાં બેઠેલા ચાહકો એકબીજાથી ઝઘડી પડ્યા હતા.
તેની સાથે સોશિયલ મીડિયા પર આ મેચનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિમયમાં કેટલાક પ્રેશકો દ્વારા અંદરોઅંદર મારામારી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થઇ રહ્યો છે તેમાં હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના ચાહકો વચ્ચે મારામારી થઈ હોય તેમ લખાયું હતું. તેમ છતાં વાસ્તવામાં સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે મારામારી કઈ બાબતે થઈ હતી તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અને X ઉપર અનેક લોકો દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં અનેક વિવાદો રહેલા હતા. એવામાં આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની ભારે હૂટીંગ કરવામાં આવી હતી. આ ખેલાડી છેલ્લી બે સિઝનથી ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન રહેલો હતો પરંતુ IPL 2024 પહેલા તે આ ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં ચાલ્યો ગયો હતો અને તેને તેને મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવામાં આ બાબત ગુજરાતના ચાહકોને ગમી નહોતી અને તેના લીધે ટોસ સિવાય સમગ્ર મેચ દરમિયાન પંડ્યાને બૂમ પડાઈ હતી.
તેની સાથે આ મેચ વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઇટન્સ સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સ દ્વારા 168 રન બનાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 162 રન જ બનાવી શકતા તેને છ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની ટીમ એક સમયે મેચ જીતી રહી હતી પરંતુ અંતે તેની હાર મળી હતી. સ્પેન્સર જોન્સને 19 મી ઓવરમાં અને ઉમેશ યાદવ દ્વારા 20 મી ઓવરમાં 2-2 વિકેટ લઈને પોતાની ટીમની જીત અપાવી દીધી હતી.