GujaratAhmedabad

પિતા પુત્રીનો સંબંધ થયો શર્મસાર; નશાની હાલતમાં પિતાએ 11 વર્ષની દીકરી સાથે ના કરવાનું કર્યું….

અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધો ને શર્મસાર કરનાર મામલો સામે આવ્યો છે. રામોલમાં નશાની હાલતમાં પિતા દ્વારા પોતાની સગી દીકરી સાથે અડપલાં કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં 11 વર્ષની સગીરા દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો પિતા ઘરમાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ આ મામલામાં પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં દીકરી સાથે છેડતી કરનાર નરાધમ પિતાની ધરપકડ કરવામાં આવી છે.

જાણકારી મુજબ, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી બે દીકરીઓ અને બે બહેન-બનેવી સાથે વસવાટ કરે છે. આરોપીની વાત કરીએ તો તેની પત્નીનું 11 વર્ષ અગાઉ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સંતાનમાં બે દીકરીઓ છે જેમાં મોટી દીકરી હાલ ધોરણ-10માં અને નાની દીકરી ધોરણ-6 માં અભ્યાસ કરતી હોવાની જાણકારી સામે આવી છે. છે.

તમને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ આરોપીના બહેન બનેવી બંને મજૂરી કામ માટે ગયેલા હતા. જ્યારે મોટી દીકરી અને ભત્રીજો અન્ય પરિવારજનો ના ઘરે વેકેશન માટે ગયેલા હતા અને એક બહેન સવારે મજૂરી માટે ગયેલી હતી તે સમયે નશાની હાલતમાં આરોપી પિતા ઘરમાં આવ્યો હતો. તે સમયે ઘરમાં નાની દીકરી રહેલી હતી. એવામાં નશામાં ચૂર નરાધમ પિતા દ્વારા દીકરી સાથે અડપલાં કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ સગીર દીકરી દ્વારા બુમાબુમ કરવામાં આવતા આરોપી ઘર માંથી નાસી ગયો હતો. ત્યાર બાદ સગીરાના ફોઈ ઘરે આવતા તેમણે આ ઘટનાની જાણ થતાં તેમના દ્વારા ભાઈ વિરુદ્ધ છેડતી અંગેની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં ઘટનાને લઈને રામોલ પોલીસ દ્વારા નરાધમ પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં રામોલ પોલીસ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.