GujaratAhmedabad

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાની એ આપેલા નિવેદન અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં હાલ કાજલ હિન્દુસ્તાની ચર્ચાનો વિષય બનેલી છે. કેમ કે તેમના દ્વારા પાટીદાર સમાજ ની દીકરી ઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેના લીધે પાટીદાર સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર યુવતી ઓ વિશે કરેલ ટિપ્પણી પર પાટીદાર નેતા નરેશ પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગઈ કાલના જામનગરમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ જામનગર આવ્યા હતા. જામનગરમાં રણજીતનગર માં પટેલ સમાજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે ભૂમિ સેવકો અને દાતાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી.

કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર ની દીકરી ઓ પર કરવામાં આવેલ ટિપ્પણી પર નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંગત પર્સનલ વિવાદ ખોટો કહેવામાં આવે. સમાજ માટે વાત કહેવી તે ખોટી વાત છે. આ નિવેદનને વખોડુ છું. આવી વાત કોઈએ કહેવી જોઈએ નહીં. આ તો એક સમાજની વાત કરવામાં આવી પરંતુ કોઈ પણ સમાજ ની દીકરીઓ વિશે આવું કહેવું જોઈએ નહીં. આ તો પટેલ સમાજની વાત કરવામાં આવી પરંતુ કોઈ પણ સમાજ ની દીકરીઓ માટે આવુ કહેવુ જોઈએ નહીં. કંઈ હોય તો ખાનગીમાં જઈને આ બાબતમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ન કે તેની જાહેરમાં વાત ઉછાળવી જોઈએ.

તેની સાથે કાજલ હિંદુસ્તાની ના નિવેદન બાદ મોરબી માં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજની મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજની દીકરી ઓ વિશે કરેલી ટિપ્પણી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

એક વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ દ્વારા બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવવામાં આવ્યા છે અને તે અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે પણ છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપવામાં આવી હતી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત રહેલા છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત રહેલી છે. ઘરમાં લાખો રૂપિયા પડેલા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને જાણ થવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની રહેલી છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ રસ્તે જઈ રહ્યો છે.