રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવો જ મામલો અમદાવાદના બાપુનગરથી સામે આવ્યો છે. જેમાં હોળીના દિવસે પોતાના જ પિતાની હત્યા કરનાર પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પિતાને દારુ પીવાની મનાઈ કરી અને સાથે નહી રહેવા બાબતમાં ઝઘડો કર્યો હતો. એવામાં ઝઘડો ઉગ્ર બનતા દીકરાએ પિતાને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. તેના લીધે પિતાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલામાં આરોપી સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, મૃતક અશોકભાઈ મૂળ કર્ણાટકના રહેવાસી રહેલો છે. જ્યારે વર્ષોથી બાપુનગર પરિવાર સાથે રહી રહ્યો છે. તેઓએ તેમના પત્ની વચ્ચે સંબંધમાં ખટાસ આવતા 2007 માં છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ મોટો દીકરો લોકેશ તેની માતા સાથે ગોમતીપુરમાં જ્યારે નાનો દીકરો હર્ષ અને તેના દાદી મૃતક અશોકભાઈ સાથે બાપુનગરમાં રહી રહ્યો હતો.
તેની સાથે લોકેશ અવાર નવાર પિતાના ઘરે આવતો જતો રહેતો હતો. એવામાં ધુળેટીના તહેવારના દિવસે પણ તે પિતાના ઘરે પહોંચ્યો હતો. જયારે દારૂ પીવા તેમજ પોતાની સાથે ઘરમાં નહિ રાખવા બાબતમાં ઝઘડો થયો હતો. જ્યારે આ ઝઘડો ઉગ્ર બનતા દીકરા દ્વારા પિતાને માર મારવામાં આવ્યો હતો. પોતાની ભૂલ સમજાતા આરોપી લોકેશ દ્વારા પિતાના દવા પણ લગાવવામાં આવી હતી. પરંતુ વધુ માર વાગી જતા તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલમાં તેમનું ટૂંકી સારવાર મૃત્યુ નીપજ્યું હતું.