ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ ભાઈ સોલંકી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના પુત્રની ગાડી પર ગઈકાલ ના હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મંત્રી પરષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને કોળી આગેવાન બુધેશભાઈ જાંબુસા ડ્રાઇવર સાથે કાર લઇને પીથલપુર કુકડ ગામમાં રામાપીર ના આખ્યાન માં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે સમયે તેમની ગાડી પર હુમલો કરાયો હતો. આ હુમલો પીથલપુર પ્રાથમિક શાળા નજીક હુમલો થયો હતો.
તેની સાથે જણાવી દઈએ કે, મંત્રી પરષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને કોળી આગેવાન બુધેશભાઈ જાંબુસા ડ્રાઇવરને લઈને પીથલપુર પ્રાથમિક શાળા એ પહોંચ્યા તે સમયે તેમની ગાડી કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરોના છુટા ઘા મારીને હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે કાર ને ભારે નુકસાન પણ થયું છે. આ બાબતમાં ગાડીના ડ્રાઈવર રવિભાઈ બકુલભાઈ રાણા દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અમારી ગાડીની ડ્રાઇવર સાઇડના આગળ તથા પાછળ ના દરવાજા પર છુટા ઘા કરવાનો અવાજ અમે સાંભળ્યો હતો. તેના લીધે અમે તરત જ ગાડી ઉભી રાખી દીધી હતી. ત્યાર બાદ બીજા પણ ત્રણ-ચાર ઘા કરવામાં આવ્યા હતા જે ગાડીની બાજુમાંથી પસાર થયા હતા. ત્યાર બાદ આજુબાજુમાં મોબાઇલની અને અમારી સાથેની બીજી ગાડીની લાઇટોથી તપાસ કરી તો અમને ત્રણ વ્યક્તિઓ ભાગતા નજરે પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ ગ્રે કલરની લાઇનિંગવાળો શર્ટ પહેર્યો હતો અને ખભા પર લાલ કલરનું કપડું પણ રાખેલ હતું.
જ્યારે બીજા વ્યક્તિ દ્વારા કાળા તથા લીલા કલરની મોટી ચેક્સ વાળો નો શર્ટ પહેરવા માં આવ્યો હતો. જ્યારે ત્રીજા વ્યક્તિ દ્વારા ક્રીમ કલર ની આછી બ્લુ કલરની લાઇનિંગ વાળો ચેક્સ શર્ટ પહેરવા માં આવ્યો હતો અને માથા પર ટોપી પહેરેલી હતી. તેના લીધે બીજી મોટર સાયકલ તે નાસી ગયા હતા. હાલમાં આ મામલામાં ડ્રાઈવર રવિભાઈ બકુલભાઈ રાણા દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.