રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીએ જોર પકડ્યું છે પરંતુ હવે કમોસમી વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 10 એપ્રિલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 અને 11 એપ્રિલ ના રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તેમ છતાં બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહ્યા બાદ રાજ્યમાં ફરી ગરમીનું જોર વધવાનું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્ય ના વાતાવરણ ફરી ફેરફાર જોવા મળવાનો છે. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાનું છે. તેની સાથે 10 એપ્રિલના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 10 અને 11 એપ્રિલ ના રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગમાં રાજ્યમાં 10 અને 11 એપ્રિલ ના રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ 10 અને 11 એપ્રિલના સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો વધવાનો છે.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 એપ્રિલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થવાની છે. તેમજ 10 અને 11 એપ્રિલ ના રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. 10 એપ્રિલના દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ રહેવાનો છે. જ્યારે 11 એપ્રિલના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ બનશે. તેમ છતાં વરસાદી માહોલ રાજ્યમાં સરેરાશ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જશે.