GujaratBjpPoliticsRajkotSaurashtra

ભાજપ કહેવા માંગે છે કે ગમે તે કરો રૂપાલા તો નહિ જ બદલાય, રૂપાલાએ મોટી જાહેરાત કરી

પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા એ અનેક વખત માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ ની એક જ માંગ છે કે રૂપાલા ની ટિકિટ રદ્દ કરો અને બીજા ઉમેદવારને રાજકોટ બેઠક પર ટિકિટ આપો.

જો કે આકરા વિરોધ છતાં પરશોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તે નક્કી મનાઈ રહ્યું છે.ક્રિષ્ના ગૌશાળા ખાતે યોજાયેલ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે તમારે બે જ પ્રસંગ સાચવવાના છે. આગામી એક-બે દિવસમાં હું તમને ફોર્મ ભરવાની તારીખ આપીશ.ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી પહેરીને આવવાનું છે અને સાતમી મેના રોજ મતદાન કરીને પ્રસંગને સાચવવાનો છે.

રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ક્રિષ્ના ગૌશાળા ખાતે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મૂળ અમરેલીના અને રાજકોટમાં રહેતા હોય એવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.