SaurashtraGujaratMorbi

ધ્રાંગધ્રાની વસાડવા ચોકડી પાસે વરરાજાની કારનો સર્જાયો ભયંકર અકસ્માત, એકનું મોત, ચારને ઈજા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મોરબી થી સામે આવ્યો છે.

ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી પાસે ટ્રક ચાલકે કારને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, મોરબી નો વાઘેલા પરિવાર અમદાવાદમાં જાન લઈને ગયેલ હતો. એવામાં લગ્ન કરીને વરરાજા પરત મોરબી આવી રહ્યા હતા. તે સમયે કારને ધાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ટ્રક દ્વારા અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકનું મોત જ્યારે નવ દંપતી સહિત ચાર ને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, મોરબી ખાતે રહેનાર વાઘેલા પરિવાર જાન લઈને અમદાવાદ જઈ રહ્યો હતો. જ્યારે લગ્ન પતાવી વરરાજાની કાર મોરબી પરત આવી રહ્યા હતા. તે સમયે ધાંગધ્રાના વસાડવા ગામ નજીક આવેલી ચોકડી પર ટ્રક ચાલક દ્વારા વરરાજાની આઈ-10 કારને અડફેટે લેવામાં આવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તુલસીભાઈ મેઘજીભાઈ વાઘેલા (ઉંમર વર્ષ-50) નું કરુણ મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે નવ દંપતી સહિત ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા પહેલા ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા છે. એવામાં લગ્ન પ્રસંગ માણ્યા બાદ પરિવારના સભ્ય નું મૃત્યુ નીપજતા પરિવાજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.