SaurashtraGujaratRajkot

પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજનું મહાસંમેલન

પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા એ અનેક વખત માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ ની એક જ માંગ છે કે રૂપાલા ની ટિકિટ રદ્દ કરો અને બીજા ઉમેદવારને રાજકોટ બેઠક પર ટિકિટ આપવામાં આવે. એવામાં આજે આ બાબતમાં ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહેશે. તેમજ ગોતા રાજપૂત ભવનથી ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી પણ આયોજિત થવાની છે.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ સતત વધારો થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ સામે કરવામાં આવેલી ટિપ્પણી લીધે રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલામાં વિરોધ યથાવત રહેવાનું છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગણી સાથે મામલો ઉગ્ર બની ગયો છે. પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ યથાવત રહેલી છે.

તેની સાથે પુરુષોત્તમ રુપાલાનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર સંમેલનો યોજી આવેદન અપાઈ રહ્યા છે. ત્યારે આજે ધંધુકામાં રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો સંમેલનમાં ભેગા થવાના છે. ગોતા રાજપૂત ભવન થી ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી યોજવાની છે.

તમને જણાવી દઈએ કે, ધંધુકામાં રવિવારના સાંજે પાંચ કલાકના ક્ષત્રિયો દ્વારા સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરાશે. બીજેપી દ્વારા ટિકિટ રદ કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં ક્ષત્રિયોનું આંદોલન વધુ ઉગ્ર બનવાનું છે. આગેવાનો દ્વારા ચિમકી પણ આપવામાં આવી છે અને ક્ષત્રિયો રોડ પર ઉતરશે તો તેના માટે જવાબદાર સરકાર રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે.